જીવનના અંત સુધીની તારી રંગત આપને,
અવિનાશી અનંત હોય એવી કોઇ રંગત આપને
દુનિયા આખીને સઘળું લૂંટાવતો ફરે છે તું,
મારા પર પણ અમિદ્રષ્ટિ કર, ચીજ કંઇક અંગત આપને
એમ નથી કહેતો સુખનો અભિલાષી છુ હું
દુઃખ જો આપ બક્ષિસમાં હિંમત આપને
સારથિ છો જીવનરથનો, એટલે જ ચિંતા નથી
સામી છાતીએ લડી લ ઇશ પહાડો જેવડી આફત આપને
છોને દુનિયા આખીને વિસારી જઉ હું,
હરપળ તને યાદ કરું, શ્વાસ જેવી કોઇ આદત આપને
નફરતના વટવૃક્ષનો જડમૂળથી નાશ કરી
દરેક દીલમાં પ્રેમ રોપું કીમિયો કોઇ કારગત આપને
સરસ
મેં પણ એક બ્લોગ ગુજરાતીમાં શરૂ કર્યો છે , આપ શ્રી એને વાંચશો એવી આશા.
http://www.suvaas.blogspot.com
તમારી કવિતાના શબ્દો અને ભાવ મને ખૂબ જ ગમ્યા.હાર્દિક અભિનંદન
સરસ માંગણી છે,ખુબ સરસ
મારુ નામ કિરીટ મહેતા છે. હુ આઈ પી સી ઍલ માથી હમણા જ નીવ્રુત થયો.હૂ જો ન ભુલતો હૉઊ તો તારા પિતાજી મારી સાથે હતા. માર્ગિન વોરા મારો ભત્રિજો થાય.
તૂ ગુજરાતી સાહિત્યની ખુબ સુન્દર સેવા કરે છે.
મારા તને ખુબ ખુબ આશિર્વાદ છે.
એમ નથી કહેતો સુખ નો અભિલાષી છુ હુ
દુઃખ જો આપ બક્ષિસ માં હિંમત આપને.
——વાહ વાહ વિશાલભાઈ આપનો જવાબ નથી.
મનુભાઈ રાવલ.
ઈશ્વર ના સ્વરુપ અકારણ જ જુદા છે,
માંગો! માંગો! ઍ આપશે, ઍક જ તો એ ખુદા છૅ.
યોગેશ ઠાકર – ૬૪૭ ૮૩૪ ૪૬૬૬ કૅનૅઙા
મને ખુબજ ગમ્યુ
d
ખુબ ખુબ અભિનદન
Keep up the good work !
દયાળુ છે માંગો ના માંગો તોય દેવાના,
વગર માંગે પ્રભુએ આપવાની ટેવ રાખી છે
દુઃખોં ને તો એ એક્લાજ હરી લે છે
પણ ખુશીયોં ને વેચ્વાની એમણે ટેવ રાખી છે
Leave a comment