Category Archives: દુઃખ

તારો જવાબ

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે? પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓનેબીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે? હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાંભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ […]


શું કરશો તમે

જેની સાથે જોડાયુ હતું એ નામ જાણીને શું કરશો તમે?નાહકની અમારા જ હિસ્સાની વેદના અનુભવશો તમે. બે-ચાર પંક્તિ વાંચતા જ દેખાય છે ઝળઝળીયા આંખમાંનથી વાંચવું પ્રીતપુરાણ પુરુ થતાં ચોધાર રડશો તમે આંખોમાં આશ, ફેફસામાં શ્વાસ લઇ હજી બેઠો છે વિશાલજીવન તો ગયુ એનું, મરણ સુધારવા કરગરશો તમે. મિત્રભાવે વણમાગી સલાહ આપું છુ કબુલ રાખજોપ્રેમ ન […]


જરાક મોડો પડ્યો

પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યોએમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો બંધ દરવાજો ખખડાવીને તેઓ ચાલ્યા ગયાસ્વપ્નમાંહેથી આંખો ખોલવામાં જરાક મોડો પડ્યો. મૌનને પણ વાંચવમાં હતો વિશાલ કાબેલઆંખના ઇશારા સમજવામાં જરાક મોડો પડ્યો વર્ષોની તમન્ના હતી જેની જીંદગીને એમરણ હાથતાળી આપી છટક્યું જરાક મોડો પડ્યો


યાદ

સફાળો જાગી ગયો કે આ ચમકારો શેનો થયો?મારા સ્વપ્ન ઝાંઝવામાં એક યાદ તગતગી હતી ભલભલી વાતોને કાળની થપાટો ભુલાવી દેપણ તારા મિલનની ક્ષણ સમયથી અળગી હતી ચોરે કોટવાળને દંડ્યાની ઘટના સાચી પડી કેઆકાશે સાચે જ તલસતી ધરતીને ઠગી હતી સદા વિરક્તિની બડાશ મારતો છતાં વિરહથીહું સાક્ષી છું કે મેરૂની ધરી જરા ડગી હતી


આભાર

તારી નાની સરખી પણ ઇચ્છા માટેકોઇ પણ બદલાની અપેક્ષા વિનાજાન આપવા પણ તૈયાર થઇ જાઉ એવાએક સમયના નજરના મેળાપથી જન્મેલાતારા હાસ્યની છોળોમાં પાંગરતા રહેલાઆને કુદરતની ક્રૂરતાના પંજામાં પિંખાઇ ચૂકેલાએ જ સંબંધના સમકાલે જ્યારે મનેમારી અનાયાસે થયેલી મદદ બદલઆભાર વ્યક્ત કર્યોત્યારે ખૂબ દુઃખ થયુ.


ભુલ

લાખો પ્રયત્નો બાદ થયો હતો હું કોરોઅને તારી યાદોની વાદળી મુશળધાર વરસી ગઇ દાંત કચકચાવી પકડી રાખ્યો હતો વર્તમાનનેમારી આ જાત ફરી ભુતકાળમાં લપસી ગઇ ભુલી ગયો છુ પોયણીના પુષ્પને જ્યારથીઆંખમાં આંખ પરોવી મીઠું-મધુરુ હસી ગઇ રગેરગમાં રૂધિરના બદલે તુ વહેતી હતીનથી જાણતો ક્યારથી તનમનમાં વસી ગઇ એકલતાનો પર્યાય બની રહી ગયો વિશાલમારી શું ભુલ […]


ધૂળેટી

ધૂળેટીના દિવસેપરિચિત-અપરિચિત ચહેરાઓરંગાઇ ગયા મારા રંગથીપરંતુ,હતો એક ચહેરો,કે જેના પર રંગનો એક છાંટો પણ ઊડાડવાની હિંમત નહોતી થતીકદાચ એ રંગની સાથે ભળેલા મારા પ્રેમનો થોડો પણ અણસાર આવી ન જાયકદાચ એ કાચો રંગ તો ઊડી જાય પણ એની સાથે લાવેલ રંગત જિંદગીભર રહી જાય.કદાચ દિલ ચોરી લે એવી મુસ્કાન વેરી દે તો જીવવું હરામ થઇ […]


પુરાવો

મેં તને કહ્યુ હતુ આવ મારી કનેતરછોડી દીધો હતો, કે જરા દૂર હટને કેટલા પ્રેમથી લાવ્યો હતો તારા માટે સૌગાત,કહી દીધું કે તારું દીલ છે તારી પાસે રાખને, ભુલથી પણ જો કહ્યુ હોત કે તોડી લાવ ચાંદને,સિતારા સહ ગગન આખું ધર્યુ હોત ચરણે આપને, પરંતુ તારો જ હુકમ હતો કે બોલવું નહી તારી સાથેત્યારથી જ […]


વરસાદ

પહેલા વરસાદનો પહેલો છાંટોપડ્યો આ દેહ પરઅનેમનમાં હતું કેહમણાં જ શરીરના રોમે-રોમ ખીલી ઊઠશે રોમાંચકતાથીહમણાં જ એક મીઠી સુગંધથી ભરાઇ જશે તન-મન મારુહમણાં જ એક ઠંડીની લહેરખી પસાર થ એ જશે તનમાંથીઅને થયુ પણ એવું જતનમાંથી એક લહેરખી પસાર થઇખીલી ઊઠ્યા રોમે-રોમઅને ભરાઇ ગયુ આ અસ્તિત્વ મારુ એક મીઠી સુગંધથીપરંતુઆ યાંત્રિક વરસતા વરસાદને કારણે નહી,કારણ […]


વેદના

સમયનો મદારી એવું કંઇક કરી જાયઆ આતમની સળગતી વેદના ઠરી જાય યુગોથી રાખ્યો હ્રદયમાં દફન મૂક પ્રેમનથી જીરવાતો હવે આંસુ બની ખરી જાય કબૂલ છે મને હરેક જુલ્મ, સિતમ પણકલેજુ કપાય જ્યારે, સામુ જોઇ ફરી જાય પકડીને રાખી હોય બંધ મુઠ્ઠીમાં જિંદગીચૂપચાપ દરીયાની રેત માફક સરી જાય. લખી દીધી મારી જિંદગી બીજાને નામજીવાડવાનો શો અર્થ […]