અહંકારનો વધ્યો ભાર? આ નીતર્યો લે!
જગતનો સ્વામી નિરાકાર? આ ચીતર્યો લે!
ભલે દેખાઉ પણ ભલો-ભોળો ના સમજશો
દુનિયાદારી શિખવી દીધી દુનિયાએ, આ છેતર્યો લે!
યુધ્ધભુમિમાં જ ઊછરેલને શા જીવન શા મૃત્યુ?
તારાથી શાને ડરુ? આ નોતર્યો લે!
મને ડૂબાડવાના મનસુબા ન ઘડ દોસ્ત મારા
નથી હાથ-પગ ચલાવતો છતાં, આ તર્યો લે!
તારા જ દર્શનની તરસ હતી લોચનને
શ્વાસ નામનું છેલ્લુ પત્તુ હતુ, આ ઊતર્યો લે!
ખુબ સુન્દર રચના. પરદેશ મા છુ છતા પણ વતન ની સુવાસ આવી ગયી. ગુજરાતી શબ્દો ની દુનીયા ના જાણે કે વીઝા મળ્યા. – રાજીવ બારોટ (ન્યુ જર્સિ) મોબાઈલ# ૯૧૭૫૨૮૩૧૪૮
ekdam sachi vat kari tame aabhiman ma manash badhuj bhuli jay… dosty pan na juy ……. such … its painfull pari
આ રચના તમારી છે
mast 6
નમસ્કાર સાહેબ….
બહુ જ સરસ બ્લોગ છે અને ઘણા સમય પછી ફરી વિઝીટ કર્યો એટલે ઘણા ફેરફારો જોયા… બહુ ગમ્યું…
મેં બ્લોગસ્પોટ માં રમુજ માટે એક બ્લોગ બનાવેલો છે, સમય મળે ત્યારે મુલાકાત લેશો
http://e-laughingclub.blogspot.com/
Leave a comment