ગમે ત્યારે અસ્ત થાય એવી આ ઢળતી ઉંમર,
સારા-નરસા અનુભવોને લીધે સફેદ થઇ ગયેલા વાળ,
આખી જિંદગીનો ભાર વેઠીને થાકી ગયેલી આંખો,
રંગહીન, દ્રષ્ટિહીન આંખો,
અને છતાં
એ આંખોમાં તગતગતાં રંગીન ચહેરાઓ,
ઉદય અને અસ્ત પામતાં નાશવંત ચહેરાઓ,
ખુદ સમયનો માર ખા ઇને કરચલીઓ પાડી ચુકેલા લાખો ચહેરાઓ
પરંતુ આ ચહેરાઓની વચ્ચે
ધ્રુવના તારાની જેમ,
વર્ષોથી અડીખમ એક નિર્દોષ સોહામણો મનગમતો ચહેરો
કોણ જાણે કેમ
પરંતુ સમયે પોતાની પીંછીંથી તેના પર એક લકીર પણ આંકી નથી
શું નિર્મમ સમય પણ પ્રેમિકાની બાબતમાં આટલો બધો કોમળહ્રદયી હશે?
ચહેરો
Category: યાદ
અરે વાહ…!! ઘણો સુંદર ભાવ છે.. કદાચ ન મળેલી પ્રેમિકાની બાબતમાં આવું જ થતું હશે.
વાહ શું ભાવ છે… મને પણ આ વિષે કહેવાનુ મન થયુ…
ઘણા વર્ષો પછી આવ્યા તમે એનો છે આ પુરાવો..
જે મહેંદી હતી હાથ મા તેનૂ સ્થાન આજે છે વાળો..
દિલથી દિલ ને મનથી મન સુધી પહોંચાય તો સારું,
એકાંતમાં મળેલું મન્-મંદીરમાં શબ્દોનો શંખ વાગે,
એકાદ- બે ગઝલ નો આસ્વાદ મળે તો સારું
Leave a comment