સફાળો જાગી ગયો કે આ ચમકારો શેનો થયો?
મારા સ્વપ્ન ઝાંઝવામાં એક યાદ તગતગી હતી
ભલભલી વાતોને કાળની થપાટો ભુલાવી દે
પણ તારા મિલનની ક્ષણ સમયથી અળગી હતી
ચોરે કોટવાળને દંડ્યાની ઘટના સાચી પડી કે
આકાશે સાચે જ તલસતી ધરતીને ઠગી હતી
સદા વિરક્તિની બડાશ મારતો છતાં વિરહથી
હું સાક્ષી છું કે મેરૂની ધરી જરા ડગી હતી
Excellent peom monubhai.
marvelous and vibrating
પ્રિય વિશાલ,
તમારી ઘણી બધી ગઝલો વાંચી. એક ફાંસ સદા દિલમાં ભોંકાતી રહે છે એટલે થયું આજે તો વાત કરી જ લઉં. ગઝલના બંધારણમાં પાયાનો પદાર્થ છે શેરિયત. તમારી ગઝલ શેરિયતથી ભરપૂર છે. પણ ગઝલનો પિંડ બંધાય છે, છંદથી. ગઝલના છંદ સાવ સરળ છે. તમે ગઝલ ગુર્જરી તો વાંચો જ છો. એમાં ડૉ. રઈશ મનિઆર છેલ્લા ચાર અંકથી ગઝલના છંદ વિશે લખે છે. તમારી ગઝલનો આત્મા ખૂબ જ પ્રભાવશાળી છે, પણ આત્માને રહેવા માટે જો છંદનો દેહ નહીં મળે તો તમારી ગઝલોમાંથી ગુજરાતી સાહિત્યને કશું નહીં મળે. તમારા જેવા કવિની કળા વ્યર્થ નિઇવડે એવું હું નથી ઈચ્છતો.
ડૉ. વિવેક ટેલર.
પ્રિયિ વિશાલભાઈ
આદાબ,વિવેકભાઈના સુચન સાથે હું પણ જોડાઈ જવાની હિમ્મ્ત કરું છું.તમારી રચના ગઝલના પ્રતિભાવમા મે એક ગઝલ, લદાદા લદાદા લદાદા લદાદા બહેરની મુકીછે,આપે વાંચી
હશે.એનો છંદ નીચે પ્રમાણએ છે.
લદાદા લદાદા લદાદા લદાદા(ફઊલુન ફઊલુન ફઊલુન ફઊલુન).આખા શેરમા ૮ રુકન છે.
૨૦ માત્રા.બહરનુ નામઃ મુત્કારિબ મુસમ્મન સાલેમ.
છંદ (બહેર) ની જાણવણી થી આપની ગઝલ(કવિતા) નુ હુસ્ન દોબાલા થૈ જ્શે.ઝાર રાંદેરી ક્રુત
શાયરી ભાગ-૧,૨ જો મળી જાય તો એમા આખુ પિંગળ શાસ્ત્ર મોજુદ છે.
આટલી વાત પ્રેમ ભાવે ક્ષમા યાચના સાથે લખી છે.બાકી તમારી શેરિયતની હું પણ દાદ
આપતાં ખચકાઈશ નહી.
આભાર સહિતઃ મોહમ્મદ અલી ભૈડુ’વફા”
nice gazal,,,
Leave a comment