લાખો પ્રયત્નો બાદ થયો હતો હું કોરો
અને તારી યાદોની વાદળી મુશળધાર વરસી ગઇ
દાંત કચકચાવી પકડી રાખ્યો હતો વર્તમાનને
મારી આ જાત ફરી ભુતકાળમાં લપસી ગઇ
ભુલી ગયો છુ પોયણીના પુષ્પને જ્યારથી
આંખમાં આંખ પરોવી મીઠું-મધુરુ હસી ગઇ
રગેરગમાં રૂધિરના બદલે તુ વહેતી હતી
નથી જાણતો ક્યારથી તનમનમાં વસી ગઇ
એકલતાનો પર્યાય બની રહી ગયો વિશાલ
મારી શું ભુલ થઇ કે જીવનમાંથી ખસી ગઇ
Vishal…tame dard ma doobi ne lakho chho …
વિશાલ એ જીવનમાંથી ખસી ગઈ નથી.
છૂપાઈ ગઈ છે. સમય આવે ઝલક બતાવશે
અને જીવન હર્યું ભર્યું કરી દેશે.
વાહ
Very Very Good…
Really dilSe…..
Leave a comment