જુવાની ભલે વીતી હોય દિલ તો હજી જુવાન છે
છીપમાં ફરી સંતાઇ મોતી બનવાનું અરમાન છે
ચાલને પ્રિયે જ ઇએ ઊડી, પાંખમાં પરોવી પાંખ
હજી આંખ મહીં વિચરતા વિહંગની ઊડાન છે
હાથમાં પકડી હાથ આજે નાચીએ મન મુકીને
ભમરા પાસેથી ઊધાર લીધેલું એક ગાન છે
પ્રેમથી સીંચ્યુ તે મારા ઘરઆંગણને કેટલું
તુ ના હો તો આ ફૂલવાડી એક રણમેદાન છે
મોત પણ થાકીને મુકી દેશે હથીયાર હેઠા,
તારી સાડીના પાલવમાં છુપાવેલ મારો જાન છે.
બુઢાપો એટલે સંસારનુ પાકી ગયેલું ફળ મીઠું
જુવાની જિંદગીની શાન છે તો બુઢાપો એક વરદાન છે.
Dear Vishal,
I have gone thr’ your creation and collection of poems. You are wonderfully talented. All I can say that at young age you are writing like a seasoned poet. Keep it up. I do enjoy your ‘કાવ્યાત્મક કોમેન્ટ્સ’. Keep up the good work.
thanks for visiting my blog and commenting.
Siddharth Shah
દિલની જ્વાનીને જવાની જિસ્મની બિલકુલ અલગ છે દોસ્તો
એકજ્યાં ઉપર ચડે ચમકીરહે બીજી જ્યાં ઉપર ચડે ઢસડી પડે
બન્નેના સહકાર સમન્વયથી બને કિસ્મતનો ફેસ્લો અટલ
દિલ જ્યાં આંખોના રવાડે ચડે જિસ્મનો પગ તયાંજ લપસી પડે
મોહંમદઅલી “વફા” કેનેડા.
વિશાલભાઇ, યુવાન માણસે ઘરડાઓની કવિતા લખી છે, તે જણાઇ આવે છે !! બુઢાપો વરદાન ક્યારે બને? –
બાળકની જેમ જીવવાનું શરુ કરો ત્યારે.
રાતે મોડા સુધી ઉંઘ ન આવતી હોય ત્યારે પાસા ઘસવા કરતાં કોમ્પ્યુટર પર બેસી જવાય કે કોઇ પુસ્તક વાંચવા બસી જવાય ત્યારે.
બુઢાપો જિંદગીનું પાકી ગયેલું ફળ હોય ,તો યે તેને ચાખનારા
કેટલા ? એની મિઠાશ માણવાની કોને પડી છે ?
દિલની જ્વાનીને જવાની જિસ્મની બિલકુલ અલગ છે દોસ્તો
એકજ્યાં ઉપર ચડે ચમકીરહે બીજી જ્યાં ઉપર ચડે ઢસડી પડે
બન્નેના સહકાર સમન્વયથી બને કિસ્મતનો ફેસ્લો અટલ
દિલ જ્યાં આંખોના રવાડે ચડે જિસ્મનો પગ તયાંજ લપસી પડે
મોહંમદઅલી “વફા” કેનેડા.
bahu saras mohmadaly bhai
chandra
mozambique
Leave a comment