સમયનો મદારી એવું કંઇક કરી જાય
આ આતમની સળગતી વેદના ઠરી જાય
યુગોથી રાખ્યો હ્રદયમાં દફન મૂક પ્રેમ
નથી જીરવાતો હવે આંસુ બની ખરી જાય
કબૂલ છે મને હરેક જુલ્મ, સિતમ પણ
કલેજુ કપાય જ્યારે, સામુ જોઇ ફરી જાય
પકડીને રાખી હોય બંધ મુઠ્ઠીમાં જિંદગી
ચૂપચાપ દરીયાની રેત માફક સરી જાય.
લખી દીધી મારી જિંદગી બીજાને નામ
જીવાડવાનો શો અર્થ ઇચ્છાને કહો મરી જાય
ગમે તેવી હોય છે મારા દિલની મલિકા,
ભલે અમે ડૂબીએ, ઇશ્વર કરે એ તરી જાય
hi, vishal it,s really amazing , bus aamaj lakhto rahe aevi shubhechcha.
no words for all,,,my hearty wishes,,,
aamj lakhata raho…
સાવ સાચિ વાત ….
આવુ તો કદી કોઇ કહેતુ હશે કાંઈ,
મારા દિલ ની મલિકા,ગમે તેવી હોતી હશે કાંઈ.
hi!!! vishal i like ur gazals too much.MALIKA is my wife’s name, i just tried to write some….but not like u….good job good luck!!!
ખુબજ સરસ વિશાલજી,
શુ લખ્યુ છે…. “કલેજુ કપાય જ્યારે, સામુ જોઇ ફરી જાય”
ખરેખર કલેજુ કપાય જાય છે…..!!!
બહુ મજા આવિ………
amazing………
Leave a comment